પાલનપુરના ચંડીસર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાથી માહિતગાર કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં પ્રવેશ કરતાં પ્રાથમFક શાળામાં તાલુકા સંગઠનના પ્રમુખ મોતીભાઈ પાળજા, પાલનપુર તાલુકા સંગઠન મહામંત્રી અમરતભાઈ સીલાતર, યાત્રાના ઈન્ચાર્જ મનોજભાઈ રાવલ, સરપંચ રશ્મીબેન છાપીયા, જીલ્લા મીડીયા સેલ ઈન્ચાર્જ આશુતોષભાઈ બારોટની પ્રેરક ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિવિધ યોજનાથી માહિતગાર કરી સ્થળ પર લાભ અપાયા હતા.

કાર્યક્રમ અંતર્ગત આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા ગર્ભવતી બહેનોને માતૃશક્તિના પેકેટ તથા કિશોરીઓને સરકારના પૂર્ણા આહાર પેકેટ અને આયુષ્યમાન ભારત કાર્ડનુ મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. રથ અન્વયે લોકોએ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમજ આરોગ્ય ચકાસણી અને વિવિધ યોજનાકીય સ્ટોલનો લાભ લીધો હતો. મહિલાઓએ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા આત્મનિર્ભર બનવા અંગેનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતું. ગ્રામજનોએ વિકસિત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પને સાકાર કરવા શપથ ગ્રહણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.