ડીસામાં અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી બે દિવસમાં હળવા વરસાદની સંભાવના

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ ચુકી છે તેમાંય બનાસકાંઠામાં અડધો અષાઢ માસ વીતી જવા છતાં પણ હજુ સુધી મેઘમહેર ના થતા જગતનો તાત સહિત આમ પ્રજામાં પણ ચિંતા ફેલાઈ છે.અસહ્ય ઉકલાત અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે.
સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ ચુકી હોવા છતાં પણ સરહદી એવા બનાસકાંઠાના ડીસા પંથકમાં હજુ સુધી મેઘરાજાની અમી દ્રષ્ટ પડી નથી. એક તરફ કોરોના મહામારી ના ભય વચ્ચે અસહ્ય ગરમી લોકોને અકળાવી રહી છે ત્યારે આવા સમયે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માં હળવા વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.જેના પગલે લોકોમાં ફરી નવી આશાનો સંચાર થવા પામ્યો છે. આ બાબતે હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષણ ગુજરાત તરફ મોન્સૂન સિસ્ટમ સક્રય છે. જ્યાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે બનાસકાંઠામાં હજુ વરસાદી સિસ્ટમ સક્રય ના હોઈ આગામી બે દિવસોમાં હળવો વરસાદ વરસી શકે તેમ જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.