વાવના જોરડીયાળી ગામમાં પાણી ન મળતાં મહિલાઓનો રઝળપાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના છેવાડે આવેલા જોરડીયાળી ગામે છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી આવતું નથી. જેને લઇને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે અને સત્વરે પીવાનું પાણી પૂરતું મળી રહે તેવી માંગ કરી રહ્યા છે.પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવો પડે છે.

વાવ તાલુકાના છેવાડે આવેલા જોરડીયાળી ગામે છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી પૂરતું ન આવતા રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. જેને લઇ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મહિલાઓ સવારથી જ પાણીના બેડાઓ લઇ પાણીના સમ્પ ઉપર પાણી ભરવા માટે લાઇનમાં ઉભી રહે છે. છતાં પણ પાણી ન મળતાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે સંપમાં આગળથી પીવાનું પાણી પૂરતું આવતું નથી. જેને લઇને વીરડાઓમાંથી ખારા પાણી પીએ છીએ. તંત્ર દ્વારા પાઇપલાઇન નાખી શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવીઅમારી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.