ડીસા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મેદાનમાં પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 9 ની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે હવે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોના જ ઉમેદવારી પત્ર રહેતા ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામશે. ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર નવની એક સદસ્યની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે બુધવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થતા કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિલાલ લોધા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇમરામ કુરેશી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જીગ્નેશ દેસાઈ વચ્ચે ત્રિપાઠીઓ જંગ જામશે. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આ બેઠક પર ચારેય અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા તેમાંથી સાજીત શેખે રાજીનામું આપતા આ બેઠક પર આગામી 6 ઓગસ્ટના રોજ પેટા ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે ત્યારે હવે ફરીથી આ બેઠક પર કોણ વિજેતા બનશે તે ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.