કાંકરેજ તાલુકાના કાકર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ કાંકરેજ તાલુકામાં ફરી રહ્યો છે.જેના ભાગરૂપે કાંકરેજ તાલુકાના કાકર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. રથ દ્વારા ગામમાં કુલ 326 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. 13 જેટલા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ હતી.


તેમજ 2 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ બીમા યોજના, શિષ્યવૃતિ યોજના , સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત 384 લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે કાકર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.