થરાદ એસ.ટી ડેપોમાં ધોળાદહાડે એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ચીલઝડપ કરી ગઠીયો ફરાર
ખરા બપોરે એક મહિલા મુસાફરના ગળામાંથી સોનાની ચેનની ચીલ ઝડપ કરી જતા ચકચાર મચી ગઈ
થરાદના એસટી ડેપોના શોભાના ગાંઠીયા સામાન સીસીટીવી કેમેરા ક્યારે ચાલુ થશે? થરાદ એસટી ડેપોમાં ખરા બપોરે એક ગઠીયો એક મહિલા મુસાફરના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરી જતા ચકચાર મચવા પામી હતી. અવારનવાર આ પ્રકારે ઘટનાઓ બનતી હોવા છતાં થરાદના એસટી ડેપો આગળ પોલીસ ચોકી અને ડેપોના શોભાના ગાંઠીયા સામાન સીસીટીવી કેમેરા ક્યારે ચાલુ થશે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
મંગળવારના બપોરે એક મહિલા મુસાફર થરાદ એસટી ડેપોમાં મુસાફરી માટે બસની રાહ જોઇને બેઠેલ હતા. ત્યારે તેમની શરત ચુકવીને આવેલ એક ગઠિયો મુસાફર ટોળામાં બેઠેલા બહેનના ગળામાંથી સોનાની ચેનની ચિલઝડપ કરી ભાગી ગયો હતો. આ અંગે એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા જોવાની વાત કરતા કેમેરા બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીયછેકે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર થરાદમાં આવેલા એસટી ડેપો થકી બહોળી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મુસાફર જનતાના અવારનવાર ચિલઝડપ અને ખીસ્સાં કાપવાના બનાવો બનતા હોય છે. પરંતુ એસટી ડેપો એક પણ સીસીટીવી કેમેરા ચાલુ સ્થિતિમાં નથી. બીજી બાજુ સિક્યુરિટી તરીકે આવેલા જી.આર.ડી ના જવાનો મૂકવામાં આવ્યા છે પરંતુ મુસાફર જનતા ભગવાન ભરોસે હોય છે. આ અંગે પોલીસ ચોકી અને કેમેરા ચાલુ કરી લાગતા વળગતા અધિકારી ઘટતું કરે એવી મુસાફર જનતાની માંગ ઉઠી છે.
Tags Banaskantha Dhanera diyodar tharad