થરાદમાં LCBએ બાતમી આધારે જાહેરમાં જુગાર રમતાં 6 ઇસમોને ઝડપ્યાં

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે LCBએ થરાદમાંથી એકસાથે 6 લોકોને જુગાર રમતાં ઝડપી પાડ્યા છે. બાતમી આધારે LCBએ થરાદ પાંચપીર વાસ પાસે રેઇડ કરતાં જુગારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ LCBએ સ્થળ ઉપરથી 6 લોકોને જુગાર રમતાં આબાદ ઝડપી લીધા હતા. આ સાથે કુલ કિ.રૂ.63,150નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી.

બનાસકાંઠા જીલ્લાના થરાદમાંથી LCBએ બાતમી આધારે રેઇડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કર્યુ હતુ. જે અંતર્ગત હાર્દિકસિંહ પરમાર પોલીસ ઇન્સ્પેકટર LCB તથા આર.જી.દેસાઈ પો.સ.ઇ.ના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન બાતમી મળી હતી કે, થરાદ પાંચપીર વાસ પાસે કેટલાક ઇસમો જાહેરમાં તીન પતીનો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.

આ તરફ LCBએ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં મોહમ્મદખાન કાસમખાન સીપાઈ, ભીખાભાઇ તેજજીભાઈ સીપાઈ, સબીરભાઈ અલીભાઈ રાઉમા, રસુલભાઈ રમઝાનભાઈ સીપાઈ, જાકીરભાઈ મોહમ્મદભાઈ ઘાંચી અને નસીબખાન અલીખાન સીપાઈ તમામ રહે,થરાદ તા.થરાદ ઝડપાયા હતા. LCBએ સ્થળ ઉપરથી રોકડ કિ.રૂ.51,150, મોબાઇલ નંગ-6, કી.રૂ.12,000 એમ કુલ. કી.રૂ.63,150 જુગારના સાધન સાહીત્ય સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી થરાદ પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.