થરાદ શહેરમાં શિવનગર વિસ્તારમાં એક મહિનાથી ગટરો ઉભરાતા લોકોને હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ શહેરમાં ચાર દિવસનો મહા સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન શહેરમાં મહંદઅંશે સફાઇ થઈ હતી. તે સફાઇ અભિયાન વખતે જ નારણદેવી પ્રાથમિક શાળાના દરવાજા પાસે ગટર ઉભરાઇ હતી. તે ગટર હજુ પણ રીપેરીંગ કરાઈ નથી, તેની મરામત થઈ નથી. શાળાના શિક્ષકોએ આ બાબતે નગરપાલિકાના સેનેટરી વિભાગને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ આ ગટરની ગંદકી હાલ બે મહિના પછી પણ જેમની તેમ છે.નારણદેવી વિસ્તારના રહીશો પણ આ મામલે રસ્તા ઉપર આવી ગયા હતા અને તેમને તેમજ બાળકોને પડતી આ હાલાકીથી મુક્ત કરવા તંત્રને અપીલ કરી હતી. તેમણે એ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો બે દિવસમાં આ પ્રશ્નનો જો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો અમો અમારા બાળકોને શાળામાં મોકલશું નહીં. શાળાને તાળા મારવામાં આવશે. તેમજ કલેક્ટર કચેરીએ આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે. થરાદના શિવનગર પંડ્યા વાસમાં પણ સારંગભાઇ નાગજીભાઇ રઠોડના ઘરના પાછળના ભાગે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાઇ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, આ ગટરના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે, અહીં પણ નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે.એક બાજુ નગરપાલિકાની બેદરકારીથી ઘર આંગણે અને શાળામાં ગટરના ગંદા પાણી અને ગંદગી ભરાઇ રહી છે, તો બીજી બાજુ નર્મદાના પીવાના પાણીમાં સાયફનનો ગંદુ પાણી ભળીને લોકોના પેટમાં જઇ રહ્યો છે. આમ ગંદકીના તમામ પ્રકારના ડોઝ સરકારી તંત્ર લોકોને આપી રહ્યો છે. વહિવટ તંત્ર હજુ પણ જાગ્યું નહીં તો થોડા જ સમયમાં થરાદની જનતા કોઇ મોટા રોગચાળાના ભરડામાં સપડાશે. હાલ આંખોના ચેપી રોગનો પગ પેશારો તો થઈ ચુક્યો છે, પરંતુ આ ગંદગીના કારણે જો કોલેરા, ઝાડા-ઉલટી ફાટી નીકળશે તો નગરજનોની હાલત દયનીય બની જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.