સુઇગામ માં આર એન્ડ બીના અધિકારીઓ ની ગેરહાજરીમાં થતું રેસ્ટ હાઉસ નું કામ ચર્ચા ના એરણે
સૂઇગામ તાલુકા મથક ખાતે આવેલ જૂના સરકારી વિશ્રામ ગૃહ ને તોડી પાડવામાં આવેલ છે. જેની જગ્યા એ નવા બિલ્ડીંગ ના કામ ને મંજુર કરવામાં આવ્યુ છે. ત્યારે આ મુદ્દે સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર અત્યારે રેસ્ટ હાઉસ નું કામ પુર જોશ માંચાલી રહ્યુ છે. જેમાં પાયા ના કામ માં જ ભારે ગેરરીતિ ઓની બુમરાડ ઉઠવા પામી છે. મોટા કૌભાડ ની વિગતો બહાર આવતા ભૂકંપ મચી ગયો છે. ત્યારે સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું હતું. કે સૂઇગામ નજીક થી ખારા રેતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સિમેન્ટ રેત કપચીનો માલ મિશ્રર મશીન માં મિક્ષ ન થાય તેવા મોટા કાકરા ઓનો ઉપયોગ કરીને બિલ્ડીંગ ના પાયા ભરવામાં આવી રહ્યા છે.તે બીલકુલ તૂટી જાય એવા છે.
ત્યારે લાખો ના ખર્ચે બની રહેલ રેસ્ટ હાઉસના કામ માં પાયાના કામ માં જ ભારે ગેરરીતિ ઓઆચરવામાં આવી રહી છે. થરાદ આર એન્ડ બી વિભાગના ના.કા ઈજનેર અને સુપરવાઈઝર જાણે કુંભકર્ણ ની ભર નિદ્રાધીન અવસ્થામાં હોય તેવું જણાઈ રહ્યું છે. કાતો કમિશન રાજ ચાલતું હોય તેવુ ચર્ચાસ્પદ બન્યું છે. આ બાબતે મીડિયા તંત્ર એ સ્થળ ની જાત મુલાકાત કરતા કોઈ જવાબદાર અધિકારી ની હાજરી વિના કામ ચાલી રહ્યું હતું. કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર જોવા મળયા નહતા. જેથી કરીને માત્ર સરકારી અધિકારીઓ પોતાની ટકાવારી વસૂલ કરવામાં માહિર હોય તેવું ચિત્ર જણાઈ રહ્યું હતું.
જો ઉચ્ચ કક્ષા એ થી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી સરહદી પંથક ના લોકો ની ઉગ્ર માંગ છે. હાલ માં જવાબદાર આર એન્ડ બી ના અધિકારીઓ ની રહેમનજર હેઠળ ભારે ગેરરીતિઓ ની બુમરાડ ઉઠવા પામી છે. પરંતુ અહીંયા સરહદી પંથક માં રામ રાજ ને પ્રજા સુખી તેમ ઠેકેદારો ને બકખ્ખા અને અધિકારી ઓ ને જલસા જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે લાખો ના ખર્ચે બની રહેલું સરહદ નું રેસ્ટ હિઉસ કેટલા સમય સુધી અડીખમ ઉભું રહેશે તેવા અનેક સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.