ખાનગી હોસ્પીટલોમાં સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરૂધ્ધ કાર્યવાહી કરાશે – કલેકટર સંદીપ સાગલે
રખેવાળ, પાલનપુર
કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતના સમયમાં પ્રાઇવેટ ર્ડાકટર્સ પોતાની હોસ્પીટલ, દવાખાના બંધ રાખતા હતા. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ઘણા ખરાં ર્ડાકટરોએ પોતાના દવાખાનાઓ, હોસ્પીટલો શરૂ કરી છે અને ઓ.પી.ડી. શરૂ કરી છે. પરંતું હજુ ઘણા ખાનગી તબીબો પોતાના દવાખાનામાં દર્દીઓને સારવાર આપતા નથી અને સેવાઓ બંધ કરી છે તેવું ધ્યાનમાં આવતા બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ ખાનગી તબીબોને પોતાની હોસ્પીટલોમાં કોવિડ-૧૯ સિવાયથી તમામ સારવાર તાત્કાલીક શરૂ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ સિવાયના અન્ય રોગો માટેની સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરૂધ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ એકટ હેઠળ રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતના પગલાં લેતાં વહીવટીતંત્ર ખચકાશે નહી તેમ કલેકટરશ્રીએ જણાવ્યું છે.