પાલનપુરના એગોલા રોડ વિસ્તારમાં ચોમાસું માથે છતાં નાળાઓની સફાઈ બાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા દ્વારા ચોમાસા અગાઉ પ્રિ- મોન્સુન કામગીરી અંતર્ગત શહેરના રેલવે સ્ટેશન નજીકનું નાળુ, માનસરોવર થી હરીપુરા, એગોલા રોડ, પાલનપુર ડીસા હાઈવે નજીક મેડીપોલીસ હોસ્પિટલ પાસે વહેતા લડવી નદીના વહેણની સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આ વિસ્તારની મુલાકાત લેતા એગોલા રોડ વિસ્તારોનું લડબી નદીનું નાળું સફાઈ કર્યા વિનાનું જણાયું હતું.

આ સ્થળે સફાઈ કર્મીઓ અગાઉ આવ્યા હતા. પરંતુ સફાઈના નામે વેઠ વાળવામાં આવી છે. નાળામાં કચરો અને ગંદકીના થર એવા ને એવા જ જોવા મળે છે. ભારે વરસાદ દરમિયાન આ કચરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય તો આજુબાજુના વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાનો ભય છે. સફાઈના નામે લાખોના ખર્ચ કરવા છતાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની દહેશત સેવાઈ હતી છે.પાલિકાએ માત્ર દેખાવ પુરતા નાળા સફાઈની કામગીરી કરી હોત તેવું જણાઈ આવે છે.

પાલનપુર નગરપાલિકા પોતાના સફાઈ કર્મીઓ પાસે નાળાની સફાઈ કરાવતી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ટેન્ડર બહાર પાડીને એન્સીના સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કામ થાય છે. જેમના દ્વારા ભક્તોની લીમડી થી બારડપુરા, જનતાનગર, પાતાળેશ્વર, અશોક સોસાયટી, મેઘદૂત, બેલીમ સહિત જુદાજુદા 12 જેટલા નાળાની 35 શ્રમિકો દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જેમણે સફાઈ કામમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.