![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-253.jpg)
પાલનપુરમાં ધોધમાર વરસાદ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પાલનપુરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના અમદાવાદ હાઇવે ઉપર આવેલા ગઠામણ પાટીયા નજીક વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, પાલિકાને જાણ કરવા છતાં પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી.