પાલનપુરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીઓમાં મુકાયા

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આજે  પાલનપુરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. જો કે, પાલનપુરમાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે પાલનપુરનાં ગઠામણ પાટીયા રોડ તેમજ કૈલાશનગર જવાનાં માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા હતા, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે પાલનપુરમાં વરસાદ ખાબકતા ખેડૂતો રાજીરાજી થઇ ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.