વડગામના મોરિયામાં માજી સરપંચે ગ્રામ પંચાયત અને તાળું મારતા હોબાળો

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના મોરિયા ગામના માજી સરપંચે ગ્રામ પંચાયતને તાળું મારતા હોબાળો મચ્યો હતો.જોકે ઇન્ચા સરપંચ અને સદસ્યોએ વડગામ ટીડીઓને લેખિત રજૂઆત કરતા તત્કાલીન સરપંચે તાળું ખોલી આપતા મામલો શાંત પડ્યો હતો.વડગામ તાલુકાના મોરિયામાં ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત પસાર થતા ઉપસરપંચે ને સરપંચ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન આજરોજ ગ્રામ પંચાયતની મીટીંગ હોઈ ઇન્ચા. સરપંચ અને સદસ્યો ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં હાજર હતા ત્યારે પંચાયત ની એક ચાવી તત્કાલીન સરપંચ પુરુષોત્તમભાઈ શ્રીમાળી જોડે હોઈ તેઓ એ બધા ની હાજરી માં પંચાયત કચેરીને તાળું મારી દીધું હતું. ત્યારે હાજર ઇન્ચા. સરપંચ સદસ્યો અને તલાટીએ હોબાળો મચાવી આ સમગ્ર ઘટનાનું લેખિત પંચનામું કર્યું હતું. જેની જાણ પુરુષોત્તમભાઈ ને થતા તેઓએ આવીને તાળું ખોલી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ સદસ્યો, સરપંચ અને તલાટીએ મીટીંગ ની આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે માજી સરપંચ ના કબ્જા માં રહેલ ગ્રામ પંચાયતના સિક્કા, પંચાયતના તાળા ની બીજી ચાવી, લેટરપેડ હજુ ગ્રામ પંચાયતમાં સુપ્રત કર્યા ન હોવાના આક્ષેપો તત્કાલીન ઇન્ચા.સરપંચ અને સદસ્યો એ કર્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના ની લેખિત જાણ વડગામ ટીડીઓને કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.