ડીસા તાલુકાના અનેક ખેતરોમાં બટાકાના પાકમાં આગોતરો સુકારો દેખા દેતા ખેડૂતોમાં ચિંતાના માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં અનેક ભાગોમાં બટાકા ના પાક માં આગોતરો સુકારો આવતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ સર્જાયો છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં બટાટા માં સુકારા ની અસર જોવા મળી રહી છે એક સપ્તાહ પહેલા લીલાછમ દેખાતા ખેતરો માં અચાનક સુકારા ની અસર જોવા મળતા બટાકા ના છોડ સુકાઇ ગયા છે ચાલુ સિઝનમાં બટાટાના વાવણી સમયે કમોસમી વરસાદ અને ત્યારબાદ સતત વિપરીત હવામાનને લઈ ઝાકળનું પ્રમાણ વધારે રહેતા બટાકા ના પાક માં તેની અસરો જોવા મળી રહી છે જેને લઇ સુકારા ના રોગની અસર દેખાતા ખેડૂતો દવાનો પણ છંટકાવ કરવા લાગ્યા છે પરંતુ તેમ છતાં ખેતરોમાં ઉભો પાક સૂકાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે


આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે આ વર્ષે ડીસા તાલુકામાં બટાકાની વાવણી સમય હતો તે સમયે પણ ભારે કમોસમી વરસાદ થતા બટાકાના પાકોનું વાવેતર અને મોટું નુકસાન થયું હતું અને ત્યારબાદ આગોતરા સુકારા ની અસર ને લઇ ઉત્પાદનમાં મોટો ફટકો પડવાની શક્યતા રહેલી છે ડીસા પંથકમાં બટાકાની વાવણીના 60 દિવસ પૂર્ણ થયા નથી ત્યાં અનેક ભાગોમાં સુકારાની અસર જોવા મળતા ખેડૂતોઓમાં પણ ચિંતા નો માહોલ જોવા મળી રહી છે.આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.સચિન માલવે એ કહ્યું હતું કે બટાકામાં આવતા સુકારા જેવા રોગોને રક્ષણ મેળવવા માટે સૌપ્રથમ દરેક ખેડૂતોએ પિયતમાં કંટ્રોલ કરવો જોઈએ અને ૪૦ ગ્રામ પ્રતિ પંપ થી સાયમોક્સાનિલ + મેન્કોઝેબ દવા નો સ્પ્રે કરવો જોઈએ અને દવા નો છંટકાવ કર્યો બાદ ૩ દિવસ પાણી ન આપવું જેથી આવનાર ફુગ નાં પ્રશ્ન ને પણ અટકાવી શકાય છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.