વડગામના મજાદર ગામે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે ગંદગી ખદબદતા રોગચાળા ની ભીતિ
મહેરપુરા તેમજ રાહતપરા ના નાગરિકો માં રોષ
વારંવાર રજુઆત કરવા છતાં પંચાયતના આંખ આડા કાન કરાતા સરપંચ વિરુધ્ધ જન આક્રોશ
વડગામ તાલુકાના મજાદર ગામે આવેલ મહેરપુરા તેમજ રાહતપુરા પાસે આવેલ અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે ગંદગી ખદબદતા સેંકડો પરિવાર રોગચાળા ના ઓથાર નીચે જીવી રહ્યા છે. આ ગંદગી દૂર કરવા નાગરિકો માંગ કરી રહ્યા છે.
વડગામ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ના મિશન ની સ્થાનિક તંત્ર દ્રારા ધજીયા ઉડાડતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે તાલુકા ના મજાદર ગામે આવેલ મહેરપુરા તેમજ રાહત પુરા નજીક ધરોઈ યોજના અંતર્ગત બનાવવા માં આવેલ પાણીના સંપ માંથી પાણી પૂરૂં પાડવામાં આવે છે. જોકે સંપ પાસે ગંદા પાણી નો ભરાવ થતા મચ્છર નો ઉપદ્રવ ફાટી નીકળતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.જ્યારે આ બાબતે વારંવાર સરપંચ ને રજુઆત કરવા છતાં ગંદગી દૂર ન કરાતા લોકો રોગચાળા ના ઓથાર નીચે જીવી રહ્યા છે. સ્થાનિકો ના જણાવ્યા મુજબ મહેરપુરા અને રાહતપુરા માં અસંખ્ય લોકો માંદગી નો સામનો કરી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક ગંદગી દૂર કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
સ્વચ્છતા હી સેવા અભિયાન સામે સવાલ: વડગામ તાલુકા માં તાલુકા વિકાસ અધિકારી દ્રારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે વાસ્તવ માં હકીકત અલગ જોવા મળી રહી છે અને ગામડાઓ માં ઠેરઠેર ગંદગી જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક પંચાયતો દ્રારા સ્વચ્છતા ને લઈ માત્ર ફોટા પડાવી મીડિયા ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. અને પંચાયત માં ખોટા ખર્ચા ઉધારી ભ્રષ્ટાચાર કરી રહ્યા ના આક્ષેપો લોકો કરી રહ્યા છે.
Tags epidemic vadgam water tank