મડાણા (ગઢ) ગામમાં લડબી નદીની સફાઇ હાથ ધરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામમાં ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતાને પગલે ગામમાં આવેલી લડબી નદીના પટમાં સફાઈના અભાવે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાની દહેશત સેવાઇ રહી હોઈ લડબી નદીની સફાઈ કરવાની માંગ ઉઠી હોવાનો એક્સલુઝીવ અહેવાલ “રખેવાળ”માં પ્રસિદ્ધ કરી ગ્રામજનોની વ્યથાને વાચા અપાઈ હતી. ત્યારે “રખેવાળ” ના સત્યસભર અહેવાલને પગલે આખરે પંચાયત દ્વારા લડબી નદીની સફાઈ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર તાલુકાનું ગઢ બાદનું ૧૭ થી ૨૦,૦૦૦ ની વસ્તી ધરાવતું મોટું ગામ મડાણા આવેલું છે. જ્યાં ગામના મુખ્ય માર્ગ પર લડબી નદીનો પટ આવેલો છે. જ્યા સફાઇના અભાવે ગંદકી ફેલાયેલી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ગઢ થી મડાણા આવતી લડબી નદીની સત્વરે સફાઈ કરવાની માંગ કરતો અહેવાલ “રખેવાળ”માં પ્રસિદ્ધ કરાયો હતો. “રખેવાળ” ના અહેવાલને પગલે કુંભકર્ણની ગાઢ નિદ્રામાં પોઢેલી પંચાયત સફાળી જાગી હતી. પંચાયત ના સૂત્રધારોએ તાકીદે જેસીબી મશીન બોલાવી નદીના પટની સફાઈ કામગીરી હાથ ધરી હતી. આમ, “રખેવાળ” ના અહેવાલને પગલે લડબીનદીના પટની સફાઈ હાથ ધરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.