કાંકરેજ તાલુકામાં ગરમી એને બફારા થી લોકો પરેશાન વરસાદે આપી હાથ તાળી ખેડવા લાયક વરસાદ થયો નથી
બનાસકાંઠા જિલ્લામાં અંબાજી,લાખણી,થરાદ,વાવ,પાલનપુર તાલુકામાં સાબેલા ધાર વરસાદ પડ્યો છે. અને ગત રોજે દાતાં મા પણ વરસાદ સારો વર્ષયો છે. માત્ર ચાર કલાક માં આઠ નવ ઇંચ વરસાદ થયો છે. પરંતુ કાંકરેજ તાલુકામાં વરસાદે હાથ તાળી આપી છે. અને અત્યારે બફારો અને ગરમી પડે છે જયારે પાંચ દિવસ પહેલા પૂરો દિવસ ઝરમર ઝરમર વરસાદ આવતા માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ કાંકરેજ તાલુકાના થરા શિહોરી કંબોઇ જેવા મોટા વિસ્તારોમાં વરસાદ થયો નથી.
વરસાદ ખેડૂતો ને હાથ તાળી આપી ગયો છે. જયારે અત્યારે ગરમી વધવાથી અને બફારો થવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ વાવણી કર્યા વગર બેઠા છે જો સમયસર વરસાદ થઈ જાય તો આ તાલુકાના ખેડૂતો ટાઈમ સર વાવણી કરી શકે શિહોરી વિસ્તારમાં તો માત્ર સાધારણ ઝાપટું આવ્યું હતું ખેડૂતો ખેતરો ખેડવા જેવો પણ વરસાદ થયો નથી ત્યારે વાવણી કરેલી મગફળી કપાસ જેવા પાકોમાં પણ પાણી છોડવું પડે છે. અને કરમાતા પાક ને પીયત કરવું પડે છે તો આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા છે. પરંતુ આકાશમાં વાદળો ઘેરાયેલા રહે છે પરંતુ ટીમ્પુ પણ પડતું નથી અને ગરમીથી ત્રાહિમામ પોકાર ગયા છે.