વાવ તાલુકાના જોરડીયાળી માઇનોર કેનાલમાં નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓના પાપે તૂટી કેનાલ ખેડૂત
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છેવાડા વિસ્તારના ગામડાઓમાં કેનાલો તૂટવાનો સિલસિલો છેલ્લા 15 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આજે વાવ તાલુકાના જોરડીયાળી ગામની માઇનોર કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતના પીયત કરેલા ખેતરમાં પાણી ફરી વળ્યું હતું આ વિસ્તારમાં છાસવારે તૂટી રહેલી કેનાલોને લઈને ખેડૂતો તોબા પોકારી ગયા છે એમાંય ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવ તાલુકાની અંદર કેમ આટલી બધી કેનાલો તૂટી રહી છે તેને લઈને શરહદી પથકમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો થઈ રહ્યા છે.
વાવ તાલુકાના છેવાડાના વિસ્તારના ગામડાઓમાં ત્રીજા દિવસે એક કેનાલ તૂટી રહી છે અને આ કેનાલો તૂટવા પાછળનું કારણ કયું છે તેને લઈને આ વિસ્તારના ખેડૂતો ખૂબજ પરેશાન થઈ રહ્યા છે એક બાજુ ખેડૂતો પાણી વગર વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની મિલીભક્તિના કારણે આ કેનાલો તૂટવાનો છેલ્લા કેટલાક દિવસથી સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
જોકે આ બાબતે ત્યાંના જવાબદાર ડેપોટી એન્જિનિયર ડીજે ચૌહાણ નો ટેલીફોનિક વારંવાર સંપર્ક કરવામાં આવતા એક વખત સંપર્ક થતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હા ૩૭૦૦ ઉપર જોરડીયાલી માઇનોર કેનાલ ઓવરટેક થઈ છે એટલે કેનાલ તૂટી છે અને આની જવાબદારી એજન્સી જે ઓઇમેન છે તેને અમે પેલેન્ટી ની નોટિસ આપી જાણ કરી દીધી છે તેના ખર્ચે જે સંપૂર્ણ કામગીરી કરી દેશે બીજું કે આજ અધિકારીના સેજામાં આવતી આ ચોથી વખત કેનાલ તૂટી છે જેને લઇને અધિકારી સામે અનેક સવાલો થઈ રહ્યા છે.
બીજી બાજુ અધિકારીને ખેડૂતોને વળતર અને એજન્સીને નોટિસ પાછળનો જવાબ પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અમે એજન્સીને પેલેન્ટી ની નોટિસો આપી છે બીજું કે જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તે અમારી જે ખેતીવાડી ની પાટણ ખાતે સર્વે ની ઓફિસ છે તે ઓફિસ દ્વારા સર્વે કરીને ખેડૂતોને વળતર આપવાની કામગીરી કરવાની સૂચના આપેલ છે.