વડગામના ઇસ્લામપુરા ગામે લેન્ડગ્રેબિંગ હેઠળ તંત્ર દ્રારા દબાણ હટાવતા રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામે આજરોજ તંત્ર દ્રારા એક તરફી કાર્યવાહી હાથ ધરી એકજ વ્યક્તિને નિશાન બનાવી દબાણ હટાવતા ગામ ના એક સમુદાય માં ભારે રોષ વ્યાપી ગયો હતો. અરજદાર દ્રારા એક આખા સમુદાય નો ઉલ્લેખ કરી લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ દબાણ હટાવવા અરજી કરાઈ હતી.વડગામ તાલુકા ના ઇસ્લામપુરા ગામે ગામ ના અરજદાર મહંમદઅલી ચૌધરી દ્રારા એક સમુદાય ને નિશાન બનાવી લગભગ ૨૯ જેટલા દબાણ હટાવવા લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી.જોકે અરજી આધારે સ્થાનિક પંચાયત તેમજ તાલુકા પંચાયતના અધિકારો આજરોજ દબાણ સ્થળે જેસીબી લઈ પહોંચી ગયા હતા અને દબાણ હટાવવા ની કામગીરી હાથ ધરી હતી. દબાણદાર જણાવાયું હતું કે પંચાયતના સરપંચ દ્રારા કોઈ પણ પ્રકારની હદ નિશાન બતાવ્યા વગર જેસીબી દ્રારા ઇસ્માઇલ જમાલ સુણસરાના ખેતર નું દબાણ હટાવતા તેઓ એ તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. જ્યારે અરજદારે એક સમુદાય વિશેષના દબાણો અંગે અરજી કરી હતી જ્યારે તંત્ર દ્રારા એકજ વ્યક્તિને નિશાન બનાવી અગાઉ નોટિસ આપી હતી. આ અંગે દબાણ કરતા એ યોગ્ય જવાબ પણ આપ્યો હતો જોકે સ્થાનિક પંચાયતના સરપંચ દ્રારા એકતરફી કાર્યવાહી કર્યાના ગંભીર આક્ષેપો દબાણકર્તાએ કરતા ગામમાં રોષ પ્રવર્તી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.