બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. જેમાં દાંતામાં 35 મિમિ અમીરગઢમાં 38 મિમિ અને ભાભરમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે ધાનેરા,પાલનપુર,ડીસાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં પાલનપુર અમીરગઢ ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે જોકે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગાહી વચ્ચે મોડી રાત્રી દરમિયાન જિલ્લાના કેટલા વિસ્તારમાં વરસાદ સરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની અગાહી ને લઈ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી હતી જેમાં પાલનપુર અમીરગઢ ઈકબાલગઢ સહીત પંથકમાં વરસાદી ઝાપટા પાડ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં જરમર વરસાદ શરૂ થઈ ગયો હતો ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ફરીથી પાણી પાણી થઈ ગયા હતા જોકે બારસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.