થરાદના ઈઢાટા ગામમાં ખેડૂતના ખેતરમાં લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો
થરાદ તાલુકાના ઇઢાટા ગામે ખેડૂતના ખેતરમાં વાવેતર કરેલા જુવારના પાકમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી જતાં અફરાતફરી મચી જવા પામી હતી. થરાદ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઇઢાટા ગામે ખેતરમાં વાવેતર કરે પાકમાં આગ લાગી હતી. ઇઢાટા ગામનાં કરશનભાઈ રાજગોરના ત્રણ એક જમીનમાં વાવેતર કરેલ જુવારના પાકમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભુકી ઉઠી હતી. જેને પગલે ખેડૂતો માં અફરાતફરી મચી જવા પામી હતી.
થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને કોલ કરતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, આજ રોજ થરાદ તાલુકાના ઇઢાટાના ખેડુત ના ખેતરમાં ઊભેલી 3 એકર જુવારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આજુબાજુમાં વધુ આગ લાગતાં રોકી હતી અને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું.