ડીસામાં સ્ત્રી સમાજે ગામને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારો સહિત 500 લોકોને ગોળ, ખજૂર, ટોપરું અને બિસ્કિટની કીટ આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ સ્વાસ્થ્યવર્ધક સૂકા મેવાની કીટ આપવામાં આવી હતી. જેમાં અલગ અલગ વિસ્તારના સફાઈ કામદારો અને ગરીબ બાળકો સહિત અંદાજિત 500 જેટલા લોકોને કીટ આપવામાં આવી હતી.શહેરમાં ગલીએ ગલીએ ફરી સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા હોય છે. શહેર સ્વચ્છ રહેતા જ લોકો બીમારીઓથી દૂર રહે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ત્યારે આવા સફાઈ કામદારોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડીસા સ્ત્રી સમાજ દ્વારા સૂકા મેવાની વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગરીબ બાળકો પણ સશક્ત અને મજબૂત બને તેમજ કુપોષણમાંથી પોષિત બને તે માટે સ્ત્રી સમાજ દર વર્ષે સૂકા મેવાની કીટ આપે છે. જે અંતર્ગત આજે પણ સ્ત્રી સમાજે અલગ અલગ વિસ્તારમાં ફરી સૂકા મેવાની કીટ આપી હતી.


ગોળ, ખજૂર, ટોપરું, બિસ્કીટ સહિતની કીટ બનાવી 100 જેટલા સફાઈ કામદારો અને લાઠી બજાર હવાઈ પિલર સહિત છૂટાછવાયા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સેકા મેવાની કીટ આપી હતી. સ્ત્રી સમાજના પ્રમુખ પન્નાબેન વ્યાસ, જયાબેન શાહ, ભારતીબેન શાહ, નીતાબેન વારડે સહિત સ્ત્રી સમાજની બહેનોએ 500થી વધુ બાળકોને કીટ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.