ડીસામાં નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાની ટીમે દબાણો હટાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આજરોજ ગાયત્રી મંદિરથી જલારામ મંદિર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અનેક કાચા દબાણો સહિત અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા.ડીસામાં છેલ્લા ઘણા સમયથી દબાણની સમસ્યા માથાના દુખાવા સમાન નથી ગઈ છે. તેમાં પણ ગાયત્રી મંદિર, જલારામ મંદિર આજુબાજુ તો દબાણોનો રાફડો ફાટ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં કે દુકાનોમાં આવતા દર્દીઓ, ગ્રાહકો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવી પડે છે. જેથી ડીસામાં ડોક્ટર હાઉસ આગળ થયેલા દબાણો મામલે થયેલી ફરિયાદને પગલે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને ડીસા નગરપાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. તંત્રની ટીમોએ હાઇવે પર લોકોને અને વાહનચાલકોને અડચણરૂપ એવા દુકાનો તેમજ હોસ્પિટલ આગળના શેડ, લારી, ગલ્લાઓ સહિતના દબાણો દૂર કર્યા હતા. જેમાં કેટલીક જગ્યાએ કાચા દબાણો હટાવી પાકા દબાણ દૂર ન કરતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. તંત્ર વ્હાલા દવાલાની નીતિ રાખી દબાણો દૂર કરતા હોવાના આક્ષેપો સાથે લોકોમાં રોષ ફેલાયો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી અને નગરપાલિકાએ દિવસભર ગાયત્રી મંદિર અને જલારામ મંદિર સુધી આ દબાણ હટાવો અંતર્ગત કામગીરી કરી હતી અને મોટાભાગના દબાણો દૂર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.