ડીસામાં વિદ્યાર્થિનીઓએ આરોપીઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ આરોપીઓને રાખડી બાંધી તેઓ જલ્દી જેલમાંથી છૂટી પરિવાર સાથે શાંતિની જિંદગી વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.ડીસાની સબજેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા આજે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને વિદ્યાર્થિનીઓએ રાખડી બંધાતા ખુશી છલકાઈ હતી. ડીસાની આદર્શ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ આજે રક્ષાબંધન પર્વની ઉજવણી માટે સબજેલ ખાતે પહોંચી હતી. જ્યાં બહેનોએ વિધિવત રીતે આરોપીઓને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.


આદર્શ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે ડીસાની સબજેલ ખાતે પહોંચી હતી. જ્યાં જેલમાં બંધ કાચા કામના આરોપીઓને કુમકુમ તિલક કરી કલાઈએ રાખડી બાંધી હતી અને તમામ આરોપીઓ જલ્દીથી જેલમાંથી છૂટી જાય, તેમના પરિવાર સાથે મિલન થાય અને બાકીની જિંદગી શુખ શાંતિથી વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.