ડીસામાં હિંદુ યુવા સંગઠન ભારતે પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું
નવરાત્રીમાં બિનહિન્દુને પ્રવેશ ન આપવાની માંગ: હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા હિંદુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રિ મહોત્સવને લઈને ઉતર અને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે નવરાત્રીમાં બિનહિંદુ લોકોને પ્રવેશ ના થાય સાથે ખાસ કરીને ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં થતાં ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે નવરાત્રીમાં બિનહિંદુ લોકોને એન્ટ્રી આપવી નહી.
સાથેસાથે હિંદુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે ગુજરાતના તમામ મહાનગરો, નગરો તથા ગામોમાં, તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રીના આયોજકોને તથા તમામ સોસાયટીઓ, શેરી ગરબા આયોજકોને અપીલ કરી હતી કે આપના આયોજનમાં નવરાત્રી દરમ્યાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ના આપશો. ગાયક કલાકાર તેમજ ઓરકેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ સીસ્ટમ, લાઈટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો, તેમજ સ્ટોલોના કામ પણ માત્ર હિન્દુઓને ફાળવવા, ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ના બોલાવવા એવી વિનંતી કરવામાં આવે છે.
હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર દ્વારા વધુમાં જણાવ્યું કે હિંદુ ધર્મના નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં વિધર્મીઓને બોલાવીને જેહાદને પ્રોત્સાહન ના આપશો. પાર્ટી પ્લોટના આયોજકો જો કોઈ વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા બિનહિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત કાર્યક્રમનો વિરોધ કરશે તેની સંપૂર્ણ જવાબદારી નવરાત્રી આયોજકોની રહેશે.