ધાનેરામાં બે ગઠિયાઓએ મળી મહિલાને છેતરી કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીને લઈ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરામાં બે ગઠિયાઓએ મળી એક મહિલાને છેતરી કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીને લઈ ફરાર થઈ ગયા હતા.જે સમગ્ર ઘટના સી.સી.ટીવી કેમેરામાં કેદ થઈ હતી.ધાનેરામાં રહેતા શકુંતલાબેન મહેશ્વરી બપોરે સાડા બારથી એક વાગ્યાના સમયે પોતાના ઘરેથી નિકળી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ તેમના પતિની દુકાને ટિફિન આપવા જતા હતા ત્યારે નવા બસ સ્ટેન્ડ પાસે બે ગઠિયાઓએ તેમને ઉભા રાખી અમદાવાદ જવા માટે બસ બાબતે પુછપરછ કરી વાતોમાં ભેરવી તેમના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીને કઢાવી લઈ રૂમાલમાં બાંધી આપવાનું કહી શકુંતલાબેનને છેતરી બુટ્ટી લઈ ફરાર થઇ ગયા હતા.

જે બાદ શકુંતલાબેને ઘરે જઈ રૂમાલ ખોલતા તેમાં પોતાની કાનની બુટ્ટી નહિ પણ માત્ર નાના પથ્થર જ હોવાનું જણાતા પોતે છેતરાઈ ગયા હોવાનું માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના જ્યાં બની હતી તે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી લાધાપુરા પ્રાથમિક શાળાના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.