દિયોદર તાલુકામાં સર્વ સમાજ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર ગોદા રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી મામલતદાર કચેરી સુધી પ્રેમ લગ્નમાં માતા પિતાની સહમતી કરવામાં સર્વ સમાજના લોકો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં પ્રેમ લગ્નના બનાવમાં માતા પિતા ઉપર આભ ફાટી પડે છે અને સમાજમાં બદનામી થાય છે જેથી સરકાર દ્વારા પ્રેમ લગ્ન માટે ચોક્કસ કાયદો બનાવવામાં આવે અને પ્રેમ લગ્ન માં માતાપિતા ની મંજુરી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ સાથે સર્વ સમાજના લોકોએ મૌન રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.


સર્વે સમાજ દ્વારા પ્રાંત કચેરીએ પહોંચી રજુઆત કરી હતી કે દિયોદર તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓને ભગાડી પ્રેમ લગ્નની નોંધણી કરાવી દેવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આવા બનવાથી માતા-પિતાની માથે ખૂબ મોટું દુઃખ આવી પડે છે, સાથે સાથે દરેક સમાજના સામાજિક બંધારણ પણ અમલમાં છે. જે આપણા વડીલોએ વારસામાં આપેલ બંધારણને જાળવવું એ આપણી નૈતિક ફરજ છે. આવા ગુનાઓ બનવાની સાથે જ સમાજ – સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભા થઈ રહ્યા છે. દિયોદર તેમજ આજુબાજુ વિસ્તારના સર્વ સમાજની માગણી છે કે સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં માતા-પિતાની સહમતી ફરજિયાત બનાવે. આ આવેદનપત્ર સાથે અમને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે તકલીફો દૂર થાય તેવા અનેક કામો થઈ રહ્યા છે. માટે લગ્ન નોંધણીના કાયદામાં પણ સરકાર ઝડપથી માતા પિતાની સહમતિ દાખલ કરાવે અને કાયદો તાત્કાલિક અમલ થાય તેવું વિધાનસભામાંથી બિલ પસાર કરીને અમારી સર્વ સમાજની માગણી પૂરી કરવામાં આવે.જેવું આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.આ અંગે સ્થાનિક અગ્રણી એ જણાવ્યું હતું કે ખોડિયાર ધામ થી મામલતદાર કચેરી સુધી મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ એ છે કે નાની ઉંમરની દીકરીઓ ગુજરાત રાજ્ય માં પ્રેમ લગ્ન ઘણા થઈ છે અને જે માતા પીતાની મંજૂરી સિવાય જે પ્રેમ લગ્ન કરવમાં આવે છે એ ન થવા જોઈએ છોકરી અને છોકરા ના માતા પિતાની મંજૂરી હોઈ તોજ પ્રેમ લગ્ન થવા જોઈએ બીજા ખોટા બનાવો ન બને ગુજરાત સંસ્કાર અને સંસ્કૃતિ બંને રહેવી જોઈએ એવી સરકાર ની અમારી અપીલ છે તાત્કાલિક ધોરણે આ કાયદાનો અમલ કરી તેવી દરેક સમાજની માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.