ડીસામાં આર.એસ.એસ. દ્વારા કીટ બનાવવાની કામગીરી પુરજોશમાં
લોકડાઉન દરમિયાન સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો મુસીબતમાં મુકાયા છે
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હંફાવી દીધું છે લોકડાઉન કારણે ધંધા રોજગાર બન્ધ થઈ જતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે સૌથી વધુ સંકોચ અનુભવતા આવા જરૂરિયાત મંદ લોકો કોઈની પાસે હાથ પણ લાંબો કરી શકતા નથી પરિણામેં તેમની હાલત વધુ વિકટ બની છે ત્યારે આવા લોકોને સાચા અર્થમાં આર. એસ.એસ. મદદ કરી રહ્યું છે કેમકે લોકડાઉનના કપરા સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોમાં કીટ તથા ભોજનનું વિતરણ કરવામાં આવતું રહે છે પરંતુ મધ્યમ વર્ગ સતત આવા સમયે પીસાતો રહ્યો છે ત્યારે આર.એસ. એસ. દ્વારા આવા મધ્યમ વર્ગના લોકો માટે કિટો બનાવવામાં આવી રહી છે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે સેવા ભારતી ગુજરાત અને હેડ ગોવર સેવા શતાબ્દી સમિતિના કાર્યકરો દ્વારા કીટ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં ૮૫ જેટલા ગામડાઓ માંથી ૮૦૦ કવીંટલ જેટલો અનાજનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો છે અને લોટ ,ચોખા, તેલ, મરચું સહિતની અંદાજે ૨૫ કિલોની એક એવી ૧૭૦૦ કીટ બનાવી જરૂરિયાતમંદ મધ્યમ વર્ગમાં તેનું વિતરણ કરવામાં આવનાર છે જ્યારે આ ખાદ્ય સામગ્રીમાં અનાજ વિવિધ ગ્રામ્ય ગામમાંથી એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું સરાહનીય કાર્ય ડીસા ખાતે આર. એસ. એસ.ના સ્વયંસેવકો દ્વારા સોસીયલ ડિસ્ટનસનું પાલન કરી કરવામાં આવી રહ્યું છે
આ બાબતે ડીસા આર. એસ. એસ. ના સ્વંય સેવક શૈલેશભાઈ પઢીયારે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે ત્યારે આવા પરિવારો ને મદદ માટે આર.એસ. એસ. ના કાર્યકેરો દ્વારા ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે કીટ બનાવવાની કામગિરી ચાલી રહી છે જેમાં સંઘના કાર્યકરો દ્વારા ૮૫ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી ૮૦૦ કવીંટલ અનાજનો જથ્થો મેળવી કીટ બનાવી વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે આ સિવાય આર્યુવેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું પણ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યુ છે.