દિયોદર તાલુકાના ડાઉવા ગામે પોલીસની રહેમ નજરે દેશી દારૂનું ધુમ વેચાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં દેશી તેમજ વિદેશ દારૂ ઉપર સરકારનો પ્રતીબંધ હોવા છતાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતુ હોય છે.ગામડાઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી.દિયોદર તાલુકાના ડાઉવા ગામે પણ દેશી દારૂનુ ધુમ વેચાણ થઈ રહ્યું છે.ગામમાં ઠેરઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. તેનાથી શું સ્થાનિક પોલીસ અજાણ હશે ? ડાઉવા, ગોલવી, રામપુરા, ધુણસોલ જેવા અનેક ગામોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે.ઘર આંગણે દારૂ મળી રહેતા યુવાનો તેના રવાડે ચડી આર્થિક અને શારીરિક રીતે બરબાદ થાય છે. પણ પોલીસ આ બાબતે આંખ આડા કાન કરે છે. તેથી દારૂ વેચનારા અને પીનારાઓને મોકળું મેદાન મળી જાય છે.જેના કારણે જાહેરમાં દારૂ પીને લવારા કરતા દારૂડિયાઓની રંજાડ વધી પડી છે. તેના કારણે ગામમાં શાંતિનું વાતાવરણ ડોહળાવાની પૂરેપૂરી શકયતા છે. છાકટા બનેલા દારૂડિયાઓના ત્રાસથી બેન દીકરીઓ દૂધ ભરાવવા જતા પણ અચકાય છે. આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા ગામની આકસ્મિક મુલાકાત લઈ સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.