ભીલડી પંથકમાં શિક્ષણ જગતની શર્મજનક ઘટના : શિક્ષક અને શિક્ષિકા ભાગી જતા ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી
ભીલડી પંથકની એક શિક્ષિકાએ પ્રમમાં અંધ બની બે વખત લગ્ન કર્યા હોવા છતાં ત્રીજીવાર સાથે જ નોકરી કરતા એક શિક્ષક સાથે ભાગી જતાં ચકચાર મચીજવા પામી છે.શિક્ષિકાએ બે બે સંસાર ઉજાડી પ્રેમી સાથે ભાગી ગયાની વાતે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.
ભીલડી પંથકમાં એક શિક્ષિકા દીયોદર તાલુકામા અગાઉ નોકરી કરતી હતી. તેણી એક પુત્રની મા પણ હતી. તેનો પતિ ડોકટરનો વ્યસાય કરતો હતો. તે દરમિયાન ભીલડી પંથકના એક યુવક સાથે પ્રેમ થઇ જતા પોતાના ડોક્ટર પતિ અને પુત્રને છોડી ભીલડી પંથકના આ યુવક સાથે ભાગી ગયેલ. ત્યારબાદ તેઓઓ પ્રેમ લગ્ન કરી લીધા હતા અને પોતાનું સંસાર ચાલુ કર્યો હતો. જે વાતને ૧૪ વર્ષ થયા છે. જે દરમિયાન એક પુત્રીનો જન્મ થયો હતો. બંને રાજીખુશીથી ભીલડી રહેતા હતા.પરંતુ પ્રેમ આંધળો હોય છે. આ
શિક્ષિકા લાખણી તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામા ફરજ બજાવતી હતી. તે દરમિયાન અન્ય એક શિક્ષક સાથે પ્રેમ થઇ જતા લોકડાઉનની અંદર બન્ને ભાગી ગયા હતા. શિક્ષક અને શિક્ષીકા બેંન્ને ને ૨-૨ બાળકોના માતા પિતા હોવાનુ જાણવા મળેલ છે હતા અને બંન્ને સાથે નોકરી કરતા હતા. બન્નેની આંખો મળી જતાં તા.૨-૬-૨૦૨૦ ના રોજ ભાગી જતા સોશીયલ મિડીયામા વિડીયો તેમજ ફોટા વાયરલ થયેલ છે. જેમાં આ શિક્ષિકા ૬ વર્ષની પુત્રીને પણ સાથે લઇ ગયેલ છે અને સોનાના દાગીના, રોકડ રકમ સાથે લઇ ગયેલ હોવાનું લોક મુખે ચર્ચાય છે. આ અંગે શિક્ષિકાના પતિએ ભીલડી પોલીસ સ્ટેશનમા પત્ની ગુમ થયાની જાણવા જોગ અરજી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.