ભીલડી પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને ૪.૫૦ લાખનો દંડ ફટકારાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના ભીલડી પંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સિંગલ ફેજ વીજ જોડાણનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આંકડીયુની ચોરી કરતા ઝડપી પાડી રૂપિયા ૪.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક બાજુ વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. આવી પડતાં ઉપર પાટુ જેવી સ્થિતિમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ડીસા તાલુકાના ભીલડીપંથકમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના બોર ઉપર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં બે દિવસ અગાઉ બોર ચેકીંગની કાર્યવાહી બાદ શુક્રવારે સિંગલ ફેજ કનેક્શનનું આંકડીયોનુ ચેકીંગ કરાયું હતું. જેમાં આંકડી દ્વારા વીજ ચોરી કરતાં ૨૦ ખેડૂતો ઝડપાઇ જતાં તેમને રૂપિયા ૪.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૦ ટીમો બનાવી ૧૧૦ સિંગલ ફેજ મીટરો ચકાસવામાં આવ્યા હતા. જે દરમિયાન આંકડી મારીને ચોરી કરતાં ખેડૂતો સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, એક બાજુ વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. આવી પડતાં ઉપર પાટુ જેવી સ્થિતિમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ભિલડી પંથકમાં ઉત્તર ગુજરાત વિજ કંપની દ્વારા છાશવારે ખેડુતોના બોર ચેકિંગ કરીને આડેઘડ દંડ ફટકારવામાં આવે છે. એક બાજુ અગાઉનો દંડ ભરપાઈ કરી રહ્યા નથી અને બીજી બાજુ વારંવાર દંડ ફટકારતા આ પંથકના ખેડુતોમાં રોષ જોવા મળ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.