![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ભાભરમાં-ફાયર-સેફ્ટીના-સાધનો-હેડ.jpg)
ભાભરમાં ફાયર સેફ્ટીના સાધનો ન રાખતા વેપારીઓને નોટીસો ફટકારી
અગ્નિ કાંડ બાદ મામલતદાર અને પાલિકા એક્શન મોડમાં: ભાભરની બજારમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મામલતદારે એક પાર્લર પરથી ઘરવપરાશ માટેનો ગેસનો બાટલો ઝડપી પાર્લર માલિક સામે કાર્યવાહી અને જરૂરી સેફ્ટી સાધનો ન રાખતા મોલ દુકાનો અને દવાખાનાઓને નોટીસો ફટકારી છે.
ભાભર નગરપાલિકા અને મામલતદારની ટીમે ભાભરની બજારમાં ઠેર – ઠેર જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં નગરમાં આવેલા મોટા શોપીંગો, મોલ, દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જ્યાં એન.ઓ.સી.અને ફાયર સેફ્ટી નહોતી તેમજ જરૂરી સેફ્ટીના સાધનો માટે મામલતદાર આર.એમ. ચૌધરી અને ચીફ ઓફિસર પાયલબેન દેસાઈએ નોટિસો આપી અઠવાડિયામાં જરૂર સેફટીના સાધનો રાખવા માટે સુચન કર્યું હતું. ભાભરની બજારમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મામલતદારે ઘરવપરાશ માટેનો ગેસનો બાટલો એક પાર્લરમાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.આમ નગર પાલિકા ટીમ અને મામલતદાર કચેરીની ટીમ દ્વારા સંયુક્ત રીતે બજારમાં સેફ્ટી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેને લોકોએ બિરદાવી હતી.