બનાસકાંઠામાં પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં દિવસભરની ભારે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં પાલનપુર-અમીરગઢ-ઈકબાલગઢ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે મોડી સાંજે જિલ્લાના કેટલા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને લઈ ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી હતી. જેમાં પાલનપુર, અમીરગઢ, ઈકબાલગઢ સહીત પંથકમાં વરસાદી ઝાપટા પાડ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેતા લોકો ભારે બફારાનો અનુભવ કરી રહ્યા હતા અચાનક વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો ધીમી ધારે વરસાદ વરસતા શહેરના માર્ગો ફરીથી પાણી પાણી થઈ ગયા હતા જોકે બારસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.