બનાસકાંઠામાં મગફળીના ગત વર્ષ કરતા પણ ઓછા ભાવ મળતા નારાજગી

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લાના યાર્ડમાં અઢળક આવક છતાં મગફળી ખેડૂતોની દિવાળી બગાડશે !!

સામે દિવાળી અને શિયાળુ સિઝનને લઈ ઓછા ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબુર

બનાસકાંઠા જિલ્લામાં 1.70 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. આ વર્ષે મગફળીનો મબલખ પાક પણ થયો છે પરંતુ હવે માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા.ગત વર્ષે 1300 થી 1400 રૂપિયા ભાવ હતા તો આ વર્ષે 900 થી 1100 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જ્યારે ટેકાના ભાવે મગફળી ખરીદી ડિસેમ્બર માસમાં ચાલુ થશે એટલે ખેડૂતો અત્યારે તો નીચા ભાવે માર્કેટયાર્ડમાં મગફળી વેચવા મજબૂર બન્યા છે.

સામાન્ય વરસાદ અને ખરાબ મોસમ વચ્ચે ખેડૂતોના ખેતરમાં મગફળી તો થઈ છે પણ અત્યારે દિવાળીની સિઝન છે સામે રવિ સીઝન પણ આવે છે એટલે ખેડૂતોને પૈસાની જરૂર હોય અને એને કારણે જ ખેડૂતો જિલ્લાના માર્કેટ યાર્ડમાં મગફળી ભરાવી રહ્યા છે પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીનો ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ખર્ચા વચ્ચે ખેડૂતને ભાવ ન મળતા અત્યારે તો ખેડૂત મુશ્કેલીમાં છે. પરંતુ રવિ સીઝન અને દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને મગફળી વેચવી પડે તેવી પરિસ્થિતિ છે.  તેમ ખેડૂત રત્નાભાઇ બેરાએ જણાવી સરકાર રજીસ્ટ્રેશન સાથે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી માંગ કરી હતી.

સરકારે ટેકાના ભાવે મગફળી લેવાનું વહેલું શરૂ કરવું જોઈએ: સરકારે ટેકાના ભાવે મગફળીનો 1356 રૂપિયાનો ભાવ જાહેર કર્યો છે અને મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે પરંતુ આ રજીસ્ટ્રેશન 31 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ ડિસેમ્બરમાં મગફળીની ખરીદી થશે. એટલે આ વર્ષે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા છે અત્યારે તો ખેડૂતો નીચા ભાવે મગફળી ભરાવી રહ્યા છે તેથી ખેડૂત આગેવાનોની પણ માગણી છે કે સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે અત્યારથી જ ખરીદાય તો ખેડૂતોને તકલીફ ન પડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.