બનાસકાંઠાની શાળાઓમાં શિક્ષકોએ પડતર માંગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિના આદેશ મુજબ આજે જિલ્લાની શાળાઓમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સમિતિ તથા બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિના આદેશ અનુસાર જિલ્લાની તમામ શાળાઓમાં કર્મચારીઓએ સરકારના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલના ઠરાવો તથા શાળા માં કર્મચારીઓની ભરતી ન કરી વિદ્યાર્થીઓના અભ્યાસને જોખમમાં મુકવાની નિતીના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી શૈક્ષણિક કાર્ય કર્યું હતું. જો સરકાર અમારા પ્રશ્નોના ઉકેલ બાબતે દુર્લક્ષ સેવશે તો આગામી જલદ કાર્યક્રમો આપવા અમે કટિબધ્ધ છીએ તેમ સંઘના આગેવાનોએ જણાવ્યું હતું. હાલ ગુણોત્સવ, કલા ઉત્સવ તથા અન્ય ઓનલાઈનની તમામ કામગીરીનો બહિષ્કાર કરી સરકારને અમારી સ્વિકારેલી માંગણીઓના પરિપત્રો કરવાનો સ્પષ્ટ સંદેશ મોકલી દીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.