બનાસકાંઠામાં કતલખાને ભેંસો લઈ જઈ રહેલા શખ્સને આંતરી ચાર શખ્સોએ ઢોર માર માર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લોકો જાતે જ ન્યાય કરવા લાગ્યા હોય તેવા એક બાદ એક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. ચાર શખ્સો કાયદો હાથમાં લઈને એક શખ્સને ઢોર માર મારી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. આ મામલે ભોગ બનનાર દ્વારા ચાર શખ્સો સામે ગુનો નોંધાવવામાં આવ્યા બાદ ચારેય શખ્સોની ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો થયો હોવાનું જાણવા મળ્યું છે.સોરાબખાન અને ઉમેદખાન નામના શખ્સો ગતરોજ બનાસકાંઠાના જિલ્લાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામ પાસેથી પીકઅપ ડાલામાં ત્રણ ભેંસ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કારમાં આવેલા અખેરાજસિંહ વાઘેલા, ચેલસિંહ સોલંકી, ઈશ્વરભાઈ પુરોહિત અને મહેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પીકઅપ ડાલાના ચાલકે પોતાનું વાહન ભગાડી મૂકતા ચારેય શખ્સોએ તેને આંતરી વાહન ઉભુ રખાવ્યું હતું. ત્યારબાદ સોરાબખાનને માર મારતા તે ત્યાંથી નાસી છૂટતા તેની સાથે રહેલા ઉમેદખાનને ચારેય શખ્સોએ ઢોર માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી જતા સોરાબખાન પરત આવ્યો હતો અને ઉમેદખાનને હોસ્પિટલ લઈ જઈ સારવાર કરાવી હતી અને ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે દિયોદર ડીવાયએસપીએ આ બનાવ અઠવાડિયા પહેલાનો છે. ભોગ બનનાર છે તે ત્રણ ભેંસો લઈને કતલખાને જઈ રહ્યા હતા. જેથી ચાર ગૌરક્ષકોએ તેમને આંતરીને માર માર્યો હોવાની આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સામાપક્ષે ભેંસોને કતલખાને લઈ જઈ રહેલા શખ્સ સામે પણ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બંને ગુનાના આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને કોર્ટમાં જામીન પર છુટકારો થયો હતો.22 જુલાઈએ બનેલી આ ઘટનાના કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં ચાર શખ્સો હાથમાં લાકડીઓ લઈ એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. શરૂઆતમાં યુવકને પકડીને એક પાણીની કુંડીમાં નાખી ઢોર માર મારવામાં આવી રહ્યો છે. યુવક કણસતો છોડી દેવા માટે આજીજી કરતો જોવા મળી રહ્યો છે પરંતુ, ચાર શખ્સો રોકાતા નથી અને મારવાનું ચાલુ જ રાખે છે. ત્યારબાદ બીજો વીડિયો છે તેમાં યુવકને પાણીની કુંડીમાંથી બહાર કાઢી જમીન પર સુવડાવી માર મારવામાં આવી રહ્યો છે.આ મામલામાં પીકઅપ ડાલાના ચાલક સામે વળતી ફરિયાદ નોંધવામાં આવી છે. પીકઅપ ડાલાનો ચાલક પોતાના વાહનમાં ત્રણ ભેંસોને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જઈ રહ્યો હોય તેની સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.