બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ બાજરી નો પાક ૧૬૯૩૫૦ હેક્ટર વિસ્તારમાં લહેરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લામાં સૌથી વધુ બાજરીનુ વાવેતર થરાદ તાલુકામાં થયું તારે સૌથી ઓછું સુઈગામ તાલુકામાં થયું

અત્યાર સુધી બાજરીના પાક માટે અનુકૂળ હવામાન બની રહેતા સારું ઉત્પાદનની ધારણા : ખેડૂતો બનાસકાંઠા જિલ્લા ના ખેતરોમાં અત્યારે ઉનાળું સિઝન માં બાજરીનો પાક લહેરાઈ ઉઠ્યો છે ચાલુ સિઝનમાં જીલ્લા માં ૧૬૯૩૫૦ હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લો એ ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે જેના કારણે દર વર્ષે ઉનાળુ સીઝન માં બાજરીના પાકનું સૌથી વધુ વાવેતર થાય છે પાણીની ગંભીર સમસ્યા વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉનાળું સિઝનમાં ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ સહિત નો ઉપયોગ કરી વધુમાં વધુ ઉત્પાદન કરી રહ્યા છે જેમાં સરહદી વિસ્તાર ગણાતા જિલ્લાના થરાદમાં ઉનાળુ બાજરીનું સૌથી વધુ વાવેતર 32 હજાર હેક્ટર વિસ્તારમાં થવા પામ્યું છે અત્યાર સુધી અનુકૂળ વાતાવરણના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બાજરીનો પાક લહેરાઈ ઊઠ્યો છે ત્યારે આ અંગે ખેડુતો જણાવ્યું હતું કે આગામી ૧૫ થી ૨૦ દિવસ સુધી યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તો બાજરી ના પાક નુ મબલક ઉત્પાદન થવાની ધારણા રહેલી છે અત્યારે બાજરી ના ભાવ પણ સારા જોવા મળી રહ્યા છે ત્યારે બાજરી નો પાક ખેતરોમાં લહેરાતો જોઈને ખેડૂતો વર્ગ માં પણ આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં તાલુકાઓ માં થયેલ બાજરીનું વાવેતર

 
તાલુકો.              વાવેતર (હેક્ટરમાં )
 
અમીરગઢ.         ૧૫૮૮
ભાભર.             ૧૩૧૩૬
દાંતા.              ૨૯૬૬
ડીસા.               ૨૧૫૨૪
દિયોદર.            ૧૨૪૬૮
ધાનેરા.       ‌      ૨૪૪૬૩
કાંકરેજ.            ૧૨૬૯૬
લાખણી.           ૧૭૭૦૭
પાલનપુર.        ૯૩૯૩
સુઈગામ.         ૧૪૩૮
થરાદ.           ૩૨૯૫૪
વડગામ.        ૫૧૨૯
વાવ.           ૯૬૫૮

બનાસકાંઠા જિલ્લામાં ગત વરસની સરખામણીએ આ વર્ષે બાજરીનો વાવેતર વિસ્તાર વધ્યો: બનાસકાંઠા જિલ્લો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાના કારણે પશુઓના ઘાસચારા ની તંગી જોવા મળતી હોય છે જેના કારણે ખેડૂતોએ ઉનાળા ની સિઝનમાં આ વર્ષે બાજરીના પાકનું વધુ વાવેતર કર્યું છે ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 1,61 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું તેની સરખામણી આ વર્ષે 1,69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ભારતમાં રાજસ્થાનમાં સૌથી વધુ બાજરી નુ ઉત્પાદન થાય છે: ભારતના મોતી તરીકે ઓળખાતા બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન ઉપરાંત ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવા રાજ્યોમાં સૌથી વધુ થાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધતાં બાજરીના પાક માટે ખૂબ જ અનુકૂળ: આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ઉનાળાની સિઝન દરમિયાન બાજરીના પાકમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તો બાજરીના પાક નુ સારું ઉત્પાદન થતું હોય છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બાજરીના પાક માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ બની રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.