બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ના વિરામ વચ્ચે ભાદરવા ની આકરી ગરમી નો પ્રજાજનો અનુભવ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરમીના માહોલ વચ્ચે રોગચાળાનુ પ્રમાણ પણ વધ્યું, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો

બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ નજીક આવવા ની શક્યતાઓ ને લઇ વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વિરામ વચ્ચે ભાદરવાની આકરી ગરમીનો અહેસાસ પ્રજાજનો થઈ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન માં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે દિવસભર આકરો તાપ પડી રહ્યો છે  આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો સામાન્ય વરસાદ થયો છે જેથી વાતાવરણમાં પણ હજુ સુધી ઠંડક પ્રસરી નથી જેના કારણે ગરમી થી લોકો તોબા પોકારી ઉઠયા છે.

વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવા ની શક્યતાઓ ને લઇ જિલ્લામાં વરસાદની આગાહી: અગાઉ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશ તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપરથી સિસ્ટમની ઇમ્પેક્ટ ઓછી થઈ જતા ધણાં બધાં ભાગોમાંથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ હવામાન નિષ્ણાતોના માટે ગુજરાત તરફ આવવાની શક્યતાઓને લઈને આગામી સમયમાં જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા જોવાઇ રહી છે.

આજથી દિવસ ટૂંકો અને રાત્રી નો સમય ક્રમસ લાંબો થતો જશે : ચોમાસાની વિદાય ની ઘડીઓ ગણાવી રહી છે ત્યારે 22મી સપ્ટેમ્બર નો દિવસ ખગોળીય રીતે વિશેષ મહત્વ ધરાવતો હોય છે જેમાં દિવસ અને રાત્રી નો સમય એક જ સરખો જોવા મળે છે ત્યારબાદ ક્રમશ દિવસ ટૂંકો અને રાત્રીનો સમય લોબો થતો જોવા મળશે ત્યારે ગરમીનું પ્રમાણ ઘટવાની સાથે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો પણ ધીરે ધીરે અહેસાસ થવા લાગશે.

ડીસા નું મહત્તમ તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું : સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન મહત્તમ તાપમાન 25 થી 30 ડગરી વચ્ચે જોવા મળતું હોય છે પરંતુ ભાદરવાની આકરી ગરમી વચ્ચે તાપમાનનો પારો પણ દિવસેને દિવસે વધતા રવિવારે ડીસાનું મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું હતું.

છેલ્લા પાંચ દિવસનું મહત્તમ તાપમાન નો આંકડો

18 સપ્ટેમ્બર   34.7 ડીગ્રી

19 સપ્ટેમ્બર. 35.7 ડીગ્રી

20 સપ્ટેમ્બર. 35.8 ડીગ્રી

21 સપ્ટેમ્બર.  35.4 ડીગ્રી

22 સપ્ટેમ્બર   35.6 ડીગ્રી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.