બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો ઃ રેતી ચોરી કરતા ૨ ડમ્પરો ઝડપાયા
રખેવાળ ન્યુઝ પાલનપુર : લાખણી તાલુકાના આગથળા ખાતે રોડ ચેકિંગ દરમિયાન રેતી ચોરી કરતા બે ડમ્પરોને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. અંદાજે રૂ.૪.૬૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરી રોયલ્ટીની ચોરી થઇ રહી હોવાની માહિતી આધારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ભુસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર મેહુલભાઇ દવે, વિરેન્દ્રસિહ સોલંકી તેમજ શક્તિદાન ગઢવીએ લાખણી તાલુકાના આગથળા ખાતે રોડ ચેકિંગમાં હતા તે દરમિયાન રેતી ચોરી કરી જતાં બે ડમ્પરો ઝડપાઈ જવા પામ્યા હતા. ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી જતા બે ડમ્પરોને ઝડપી લઇ અંદાજે રૂ.૪.૬૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આમ બનાસકાંઠા જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે રેતી ચોરી કરી જતાં બંને ડમ્પરોને ઝડપી લઈ આગથળા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Tags Banaskantha Dhanera