બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં છતના પોપડા ખરતા એક કર્મચારીને ઇજા

ત્રીજા માળે આઇસીડીએસ શાખા બહાર પોપડા ખર્યા

બનાસકાંઠા જિલ્લા પંચાયતની વર્ષોજુની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. ત્યારે જિલ્લા પંચાયતની આઈસીડીએસ વિભાગની કચેરી ની બહારની બાજુએ છતમાંથી પોપડા ખરતા એક કર્મચારીને ઇજા પહોંચી હતી.

બનાસકાંઠા જિલ્લા પંચાયતની ઇમારત વર્ષો જૂની છે. જે જર્જરિત ઇમારતની છત માંથી અવાર નવાર પોપડા ખરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ફરી એકવાર ત્રીજા માળે આવેલી આઇસીડીએસ કચેરી બહારની છતના પોપડા ખર્યા હતા. જેમાં વર્ગ-3 નો કર્મચારી કચેરીની બહાર નીકળતા જ ઘાયલ થયો હતો. જેને તાત્કાલીક પાલનપુરની નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના કમરના ભાગે સામાન્ય ઇજા થતાં સારવાર આપીને તેને રજા આપવામાં આવી હતી. આમ, જર્જરિત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને અરજદારોની સલામતી રામભરોસે હોવાની પ્રતીતિ થઇ રહી છે. ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા કચેરીનું રીનોવેશન થાય તેવી માંગ ઉઠી છે.

subscriber

Related Articles