કંબોઇ નજીક બનાસ નદીમાં લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના કંબોઇથી ઉંબરી વચ્ચે પસાર થતી બનાસ નદી ઉપરના પુલનું કામ ચાલી રહ્યું છે. જ્યાં ડાયવર્જન માટે બનાવેલો માર્ગ નદીમાં આવેલા પાણીના કારણે તૂટી જતાં લોકોને જીવના જોખમે પાણીમાં ઉતરી નદી પસાર કરવી પડી રહી છે.કંબોઇ-ઉંબરી વચ્ચે નવો બ્રિજ બનતો હોઈ નીચે ડ્રાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ઉપરવાસમાં વરસાદ થતા બનાસ નદીમાં ગતરોજ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી આજરોજ વહેલી સવારે કંબોઇ પાસે આવતાની સાથે જ ડ્રાયવર્ઝનના નાળા અને ડામરનો રોડ તૂટી ગયો હતો. નાળા પણ તણાઈ ગયા હતા.આજે એક સપ્તાહ થઇ ગયો છે. છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી લોકોને શિહોરી તરફ જવા જીવના જોખમે પાણીના વહેણમાં ઉતરી સામા કાંઠે જવુ પડે છે. અને પાટણ તરફ જવું હોય તે લોકો પણ પોતાના પાસે રહેલ સામાન સાથે પાણીના ઊંડા વહેણ માંથી પસાર થવું પડે છે. જેમાં સેવાભાવી લોકો તેમને નદી પાર કરાવવા માટે મદદ રૂપ થઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.