અમીરગઢના ખાપામાં જમીન વિવાદમાં માનસિક ત્રાસ અપાતા વૃદ્ધે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા જમીન બાબતે એક વ્યકિતએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. અમીરગઢ તાલુકાના ઉપલાખાપા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે વર્ષોથી જમીન માટેનો વિવાદ ચાલતો હોઈ આ બાબતે વારંવાર માનસિક ત્રાસ મળતા અંતે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.અમીરગઢ તાલુકાના ઉપલાખાપા ગામે રહેતા ફતાભાઈ ડૂંગાસીયાએ પોતાની જમીન કૌટુંબિક ભાઈ એવા સંકાળાભાઈ ખેંગાભાઇ ડૂંગાસીયાને ચાલીસ વર્ષ પહેલા રૂપિયા દસ હજારની લેતીદેતી કરી લીઝ પર જમીન આપેલ હતી અને સમય જતા તેઓએ પૈસા પરત આપેલ હતા છતાં પણ તેઓને જમીનનો કબજો મળેલ ન હતો. આ બાબતે આરોપી અને ભોગ બનેલ ખેડૂત વચ્ચે અવાર નવાર બોલચાલ થતી હતી અને ફતાભાઈને આ બાબતે વારંવાર આરોપી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોઈ આવા ત્રાસથી કંટાળી અંતે તેઓએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.વર્ષોથી ચાલતા વિવાદમાં ફતાભાઈએ મોતને વહાલું કરતા તેઓના પુત્ર ગેનાભાઇ ફતાભાઈ ડૂંગાસીયાએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પોતાના પિતાને ટોર્ચર કરી મરવા મજબુર કરનાર સંકાળાભાઈ સામે ફરિયાદ અપાતા અમીરગઢ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.