અમીરગઢમાં આરોગ્ય સેતુ મોબાઈલ એપમાં કોરોના પોઝીટીવ કેસ બતાવતા લોકોમાં ભયનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

આરોગ્ય વિભાગે એપ બાબતે કઇપણ કહેવાનુ ટાળતા લોકો એપને લઇ અસમંજસમા

રખેવાળ ન્યુઝ પાલનપુર
કોરોના વાયરસની મહામારી વચ્ચે અમીરગઢ પંથકમાં મોબાઈલમાં આરોગ્ય સેતુ એપમાં કોરોના પોઝિટિવ કેસનું અંતર બતાવતા લોકોમાં ભય ફેલાયો છે. જો કે આ અંગે સ્થાનિક આરોગ્ય વિભાગે કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.

કોરોના મહામારી વચ્ચે તમે સુરક્ષિત છો કે નહીં તે જાણવા માટે સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ બનાવાઈ હતી. જો કે આ એપને મોટા ભાગના લોકો એ પોતાના માબાઇલમાં ડાઉનલોડ કરી હતી. ત્યારે અમીરગઢમાં લોકોના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી આ એપમાં ગત રાત્રીથી કોરોના પોઝિટિવ કેસનું લોકેશન બતાવતા અને કોરોના દર્દી કેટલું નજીક છે તે અંગેનું અંતર બતાવવામાં આવતા લોકોમાં ભય સાથે આ વિષય ચર્ચાસ્પદ બની ગયો છે.
આ બાબતે અમીરગઢ ગામના એડવોકેટ જીજ્ઞેશભાઈનું કહેવુ છે કે અમે લોકો એ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરેલ છે. અમીરગઢમાં ગઈકાલથી મારા મોબાઈલમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ બતાવે છે. આ સિવાય અમીરગઢના અન્ય લોકોના મોબાઈલમાં પણ નજીક અને દુર આમ કોરોના પોઝિટિવ કેસનું અંતર બતાવવામાં આવે છે.જો કે, જિલ્લામાં વધતા કેસને લઈ રેડ ઝોન જાહેર કરાયો છે.

જિલ્લામાં પાલનપુર, વાવ,થરાદ બાદ ગત રોજ વડગામ તાલુકામાં એક કેસ મળી આવતા લોકોમાં ભય હતો અને તેમાં પણ આરોગ્ય સેતુ એપમાં કોરોના પોઝિટિવ કેસનું અંતર બતાવતા ચિંતા વધી છે. જો કે આ અંગે અમીરગઢ તાલુકાના આરોગ્ય વિભાગે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું. અમીરગઢ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ૨૫ લોકો બહારથી આવ્યા હતા તે તમામને સરકારની ગાઈડ લાઈન મુજબ હોમકવોરોનટાઇન કરાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું. જો કે હાલમાં અમીરગઢમા આરોગ્ય સેતુ એપમા લોકેશન બતાવતા લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.