અમીરગઢ અને ઇકબાલગઢમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દારોડ
૧૫ દુકાનોમાં તપાસ હાથ ધરી અંદાજિત ૨૫૦ કીલો જથ્થાનો નાશ કરાયો
રખેવાળ ન્યુઝ અમીરગઢ,ઇકબાલગઢ
મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં જૂનો અને ખરાબ માલનો જથ્થો નાશ કરવા અને એ ખરાબ જથ્થો ફરી બજારમાં ના આવે અને આરોગ્ય સાથે ચેડાં ના થાય તથા રોગચાળો ફેલાવતો અટકાવી શકાય તે હેતુથી પાલનપુર ફૂડ અને ડ્રગ વિભાગની ટીમ દ્વારા અમીરગઢ અને ઇકબાલગઢમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ઈકબાલગઢમાં ૮ દુકાનો અને અમીરગઢમાં ૭ દુકાનો મળી કુલ૧૫ જેટલી નાની મોટી દુકાનોમાં તાપસ હાથ ધરાઈ હતી અને અંદાજિત ૨૫૦ કીલો જથ્થાનો નાશ કરાયો હતો. જોકે અમીરગઢમાં મીઠાઈઓની દુકાનના પ્રમુખ વિનોદ ભાઈ ચૌધરી અને અમીરગઢ ગ્રામ પંચાયતની ટીમએ આગળ આવી ટીમને સાથે રાખીને સમગ્ર ગામમાં સઘન તપાસ કરાવી હતી અને જુના માલને ગ્રામ પંચાયતના ટેક્ટ્રેરમાં નંખાવ્યો હતો અને એ જથ્થાને ગામની સીમા બહાર ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો. આ સાથે ૨ બેકરીની પણ તપાસ કરાવી હતી.