અંબાજીમાં આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર હાઇવે માર્ગો પર પાણી વહેતા થયા વાહન ચાલકોને મુશ્કેલી

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હાલમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંબાજી અને આજુબાજુ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીના મુખ્ય માર્ગો સહિતના અન્ય માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા છે. અંબાજીના હાઇવે માર્ગ પર મોટા પ્રમાણમાં પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે સાથે અનેક જગ્યાએ વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા. આજે અંબાજી આજુબાજુના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોના જનજીવનમાં પણ અસર જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.