અંબાજીમાં બસ ઢળાવના કારણે ખસકી જતાં સોસાયટીની દિવાલ અને વીજ ડી.પી. સાથે અથડાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી ખાતે માઁ જગત જનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા હજારો લાખોની સંખ્યામાં માઁઈભક્તો આવતા હોય છે. યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ સાધનો તેમ જ સાર્વજનિક વાહનો દ્વારા અંબાજી આવતા હોય છે. ત્યારે અમુક દર્શનાર્થીઓ પ્રાઇવેટ બસો કરીને માઁ જગત જનની અંબાના ધામે આવતા હોય છે.આજે એક પ્રાઇવેટ બસ દર્શનાર્થીઓને લઈને માઁ જગત જનની અંબાના ધામે આવી પહોંચી હતી. આ પ્રાઇવેટ બસ અંબાજીમાં આવેલી હોલીડે હોમ ખાતે કે જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે ત્યાં ઉભી રાખવામાં આવી હતી.આજે અંબાજીમાં આવેલા હોલીડે હોમમાં ઉભેલી પ્રાઇવેટ બસ ઢળાવના કારણે એકાએક ખસકીને બાજુમાં આવેલી આસ્થા નિવાસ સોસાયટીની પ્રોટેક્શન દિવાલ અને ત્યાં આવેલી વીજ ડીપી સાથે અથડાઈ હતી. દિવાલ અને ડીપી સાથે અથડાતા પ્રાઇવેટ બસ નીચે પડતા બચી હતી. આસ્થા નિવાસ સોસાયટી અને ત્યાં રેહતા લોકોનુ મોટું નુકસાન સર્જાતું બચ્યું હતું. પ્રાઇવેટ બસ હોલીડે હોમના ગ્રાઉન્ડમાં ઉભી રાખતા ડ્રાઇવરની ભૂલના કારણે આજે મોટી જાનહાની અને મોટો બનાવ થવાથી અટક્યો હતો. હોલીડે હોમના ગ્રાઉન્ડ અને આસ્થા નિવાસ સોસાયટીના પ્રોટેકશન દિવાળી નજીક વીજ ડીપીને નુકસાન સર્જાતા UGVCL અંબાજીને જાણ કરતા UGVCLની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સદનબીએ મોટી દુર્ધટના ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.