દાંતા નજીક ઇક્કો કારને નડ્યો અકસ્માત : કારમાં બેસેલા 9 લોકોનો બચાવ

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી આવવાના તમામ માર્ગો મોટાભાગે પહાડી વિસ્તાર અને ઢળાંગવાળા હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. આજે અંબાજી દાંતા હાઇવે માર્ગ વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈક્કો ગાડીને નુકસાન સર્જાયું હતું. અંબાજી દાંતા હાઇવે માર્ગ વચ્ચે અનેકો અકસ્માતો સર્જાતા હોય છે જેનું કારણ ઓવરલોડ ભરેલા વાહનો સાથે વળાંક અને ઢળાંગવાળા આ પહાડી વિસ્તારમાં ઓવર સ્પીડના લીધે પણ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે.અંબાજીથી અમદાવાદ જતી ઇકકો કારને દાંતા નજીક અકસ્માત નડ્યો હતો.


ઇક્કો કારના ડ્રાઇવરને ઝોકું આવતા આ અકસ્માત સર્જાયો હતો. દાંતાના સર ભવાની શાળા પાસે ટ્રેનિંગમાં આ અકસ્માત સર્જાયો હતો. કારમાં બેસેલા 9 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. ત્યારે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ આવતા દાંતાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અંબાજી દાંતા હાઇવે માર્ગ પર ઇક્કો કારનો અકસ્માત સર્જાતા કારને નુકસાન થયું હતુ. આ અકસ્માતમાં સદનબીએ જાનહાની ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.