વડાપ્રધાન અને ગૃહમંત્રીએ ગુલાબસિંહને હરાવવા ઉતરવું પડે તો કેવાં કામો કર્યાં હશે ?

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદના મોરથલમાં વિધાનસભાના કાૅંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થનમાં ચુંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અસંખ્ય બાઇક સવારો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચુંટણીસભા યોજાઇ હતી.બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં વાઘેલા સાહેબના યુવા પુત્ર અજયભાઇ વાઘેલાએ સભા સંબોધી હતી. તેમણે શંકરભાઇ ચૌધરી પર તેમના પ્રચારમાં વણી રહેલા મુદ્દાઓને લઇને આકરા પ્રહારો કર્યા હતા. તેમના કામોની સરખામણી ગુલાબસિંહ સાથે કરી દિકરાઓના ભવિષ્યનો વિચાર કરીને જંગી બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી. અને સમાજનું એક પણ ઠાકોર સમાજનું મત આઘુંપાછું ન થાય તેવી વિનંતી કરી ગામ માંથી લીડ અપાવવાની હાકલ કરી હતી. જ્યારે મહિપાલ ગઢવી (મમાણા), પ્રધાનજી ઠાકોર સહિત યુવા નેતાઓએ રાજસ્થાનના ચૌહટનના ધારાસભ્ય પદમારામ મેઘવાળ, જીલ્લા કાૅંગ્રસના પ્રમુખ સિધ્ધરાજસિંહ, ઉપપ્રમુખ ભીખાભાઇ પટેલ, લક્ષ્મીદાનજી, ડાયાજી ઠાકોર, શાંતીલાલ જૈન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો દ્વારા ગુલાબસિંહ રાજપુતના દાદા સ્વઃહેમાજી રાજપુતે ક્યારેય નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર થરાદ,વાવની પ્રજાના સાચા સેવક બનીને કામો કર્યા હતા. તેમના પગલે પ્રજાજનોએ અપાર પ્રેમ આપતાં પેટાચુંટણીમાં તેમના પૈાત્રને જીતાડ્યા હતા. થરાદ, વાવના બંન્ને ધારાસભ્ય ભાઇ બહેનની જાેડી સાદગી ધરાવે છે. દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ હરાવવા ઉતરવું પડે તો કેવાં કામો ગુલાબસિંહે કર્યાં હશે? તેમ જણાવી વાવમાં પણ ઠાકોર સમાજને ખુદ ઉમેદવાર સમજીને કોરોનાકાળમાં પંથકના પ્રજાજનોની મદદે રહીને સાચા લોકસેવક એવા બંન્ને ભાઇ બહેનને ફરીથી બહુમતીથી જીતાડવાની વિનંતી કરી હતી. જ્યારે ગુલાબસિંહ રાજપુતે પોતાની પાઘડી ઉતારતાં તેની લાજ રાખવાની વિનંતી કરતાં પ્રજાજનોએ કાૅંગ્રેસને મત આપવાનો કરેલો મનસુબાનો આ કરંટ પાંચ તારીખ સુધી સાચવી રાખવાની અપીલ કરી હતી.સાથે સાથે તેમણે આ ચુંટણી તેઓ અને શંકરભાઇ લડી રહ્યા હોઇ અમારા બંન્નેના કારણે સમાજમાં વિખવાદ મત કરો, એમને આપવા હોય અને મને આપવા હોય તો મને પણ સમાજમાં વિખવાદ ન થાય, ભાઇ ભાઇમાં ન થાય, મહેરબાની કરીને અમને લડવા દો તેવી અપીલ કરી હતી. મોરથલની મિંટીંગ કેંસલ કરાવવાની ધમકી આપી હોય તેમને પણ અવાજ સંભળાય તેવી રીતે પહેલા નંબરના બટન પર બીપ દબાવી બનાસકાંઠાના ભાજપના આગેવાનોને હેરાન કર્યાના બદલાનું વ્યાજ થરાદ બેઠક પર ચુકવવાની હાકલ કરી હતી. મને હરાવવા માટે નરેન્દ્રભાઇ મોદી અને અમીત શાહને લાવ્યા પણ જીલ્લો બનાવવાની આશા ઠગારી નિવડી તેમ જણાવી ૨૭ વર્ષથી તમારી સરકાર હતી તો પણ સુજલામ સુફલામ્‌ માં પાણી કેમ ન આપ્યું તેમ જણાવી આકારા પ્રહારો કરયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.