હું સાહેબ નહી, સેવક બનીને કામ કરીશ : ગુલાબસિંહ રાજપુત

ચૂંટણી 2022
ચૂંટણી 2022

થરાદ, વાવ કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય હેમાજી રાજપુતના પૌત્ર અને થરાદની પેટા ચુંટણી જીતેલા યુવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને કોંગ્રેસ વિધાનસભાની ટિકિટ મળી હતી. આથી તેઓ ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર શંકરભાઇ ચૌધરી સામે ચુંટણી લડી રહ્યા છે.
ગુલાબસિંહ રાજપુતે થરાદના મહાજનપુરા, કુંભારા, સેદલા, દિદરડા, ભીમપુરા, માંગરોળ, હાથાવાડા અને દુધવા સહિત ગામોમાં ગુરુવારે રાત્રી સુધી ચુંટણી સભાઓને સંબોધી હતી. જેમાં તેમાં દરેક ગામોની અઢારેય આલમની પ્રજાને સંબોધતાં ભાજપના ઉમેદવાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ઘરે આવેલા મહેમાનને ચાપાણી અને જમવાનું આપીને વિદાય કરવાના હોય એમને ઘરની ચાવીઓ અપાય નહી. તેમજ સાહેબ ડાયરેક્ટ વાત નહી કરે તેમનો પીએ ફોન ઉપાડશે, જ્યારે મને અડધી રાતે પણ કોઇપણ કામ હશે તો અડધી રાતે ફોન કરશો તો પણ ઉપાડીને તમારી સેવામાં દોડી આવીશ તેમ જણાવ્યું હતું. ગેનીબેનને હેરાન કરવામાં કંઇ કચાશ રાખી નથી તે યાદ કરાવતાં જણાવ્યું હતું કે છાંણ ભરેલી ડોલો લઇને સામા પક્ષના સમર્થકોએ હેરાન કર્યા હતા. ચુંટણીમાં વૉટ આપે કે ન આપે પણ આવી અદાવત રાખવાની ન હોય તેમ જણાવી મારા દાદા અને પરબતભાઇ,માવજીભાઇ, કેશાજી ચૌહાણ જેવા વડીલો પણ ચુંટણી લડ્યા હતા. જ્યારે માવજીભાઇ દેસાઇ અને લેબજીજીને કેમ અપક્ષ ચુંટણી લડવી પડી? માવજીભાઇને ડેરીમાંથી કાઢીને હવે વિધાનસભામાંથી પણ કાઢ્યા, પરિવાર પરિવારમાં વાદ કરાવાશે, પ્રજાપતિ,ઠાકોર અને રબારી સહિત નાનામાં નાના સમાજને કહું છું કે જેવું રાધનપુર અને વાવ વાળાઓએ કર્યું એવું તમે પણ કરો હું જીતીશ તો પણ તમારી સાથે છું અને હારીશ તો પણ તમારી સાથે છું, જ્યારે સામાવાળા માત્ર પાંચ ચારીખ સુધી જ છે લખી રાખજાે તેમણે પ્રજાજનોને કાૅંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. સ્વઃહેમાજી રાજપુતને યાદ કરી વામી અને જમડા ગામનો ભાણેજ હોઇ બંન્ને ગ્રામજનોને તેમના તમામ સગાંસંબંધીઓને પણ કાૅંગ્રેસ તરફ ગત વખતે જે પ્રેમ અને આર્શિવાદ આપ્યા હતા તેવા જ ઉમળકાથી આપવાની અપીલ કરી હતી.જ્યારે મે ઉપવાસ મારા માટે નહી ગરીબોને મફત પ્લોટ, જમીનમાં રીસર્વે, ગૌમાતા માટે ૫૦૦ કરોડ અપાવવા, ભાપી ભડોદરની જમીનમાં પાણીનો પ્રશ્ન નિવારવા કર્યા હતા તેમ જણાવી પાંચમી તારીખે માર પહેલા નંબરના ફોટા પર કાૅંગ્રેસના હાથ પર મતદાન કરજાે. સંકલ્પપત્રમાં જાહેર કર્યા મુજબ ધારાસભ્ય તરીકે ચુંટાઇને આવીશ તો પાંચ વર્ષમાં ૧૩૪ રસ્તા બનાવીશ. જેમાં વામીની અંદરના અને આજુબાજુના ગામોના રસ્તાઓ પણ બનાવી આપીશ તેની અંબાળેશ્વર મહાદેવની સાક્ષીએ ખાત્રી આપું છું તેમ કહેતાં જણાવ્યું હતું કે તેમના ત્રણ વર્ષમાં તેમનાં હસ્તાં કાપવા પણ કોઇ આવ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.